દાદીમાના નુસખા : આ પોસ્ટ અત્યારે જ સેવ કરી લો, કામ લાગશે

આ પોસ્ટ દાદીમાના નુસખા વિષય સંબંધિત છે. પોસ્ટમાં આપવામાં આવેલ ઘરેલુ નુસખા પ્રાથમિક જાણકારી માત્ર છે. કોઈપણ નુસખા પર અમલ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.


Top દાદીમાના નુસખા

જાડાપણું

25 ml લીંબુના રસમાં 25 ml મધ લઈ 100 ml નવશેકા પાણી સાથે સવાર સાંજ ખાલી પેટે લેવાથી જાડાપણું દૂર થાય છે.

વાળ માટે દહીં

વાળ ધોવાના હોય તેની 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવી અડધા કલાક પછી ધોઈ લેવાથી ખરતા વાળ અટકે છે અને વાળને પોષણ મળે છે, આ પ્રયોગ અઠવાડિયામાં બે – ત્રણ વખત કરી શકાય.

સાંધાના દુઃખાવા માટે દાદીમાના નુસખા

એક કપ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર નાખી ગરમ કરો અને બાદમાં ગાળી ઠંડુ પડવા દો, જ્યારે પીવાલાયક નવશેકું રહે ત્યારે તેમાં એક ચમચી મધ મેળવી સવાર સાંજ પીવાથી સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.

કાનની સફાઈ

અઠવાડિયામાં એક વખત કાનમાં સરસિયાનું જરાક ગરમ તેલ નાખવું બહુ જરૂરી છે. તેનાથી કાનમાં જમા થયેલ મેલ નીકળી જાય છે અને કાનનાં પડદા પણ સ્વચ્છ થાય છે.

ત્વચાનો નિખાર લાવવા દાદીમાના નુસખા

કાચા બટેટાને છીલી તેનો છૂંદો કરી લેવો અને ત્યારબાદ કપડાં વડે ગાળી તેનો રસ કાઢી લેવો, રાત્રે સૂતા પહેલા સ્વચ્છ પાણીથી મોં ધોઈ આ રસને હળવા હાથે ચેહરા પર લગાવી સુઈ જવું અને સવારે મોં ધોઈ લેવું, થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી ચહેરાનો રંગ ઉઘડે છે અને દાગ, ધબ્બા હોય તો તે પણ દૂર થાય છે.

દાંતનો દુખાવો

થોડી હળદરમાં ચપટીક હિંગ નાખી પાણી મેળવી ગોળી જેવી બનાવી લવી, જ્યારે દાંત દુઃખે ત્યારે તે દાંત નીચે આ ગોળી મુકવાથી રાહત મળે છે.

ગળામાં કાકડા આવી જવા

અડધા લીટર પાણીમાં 20 ગ્રામ મેથીના દાણા નાખી પાણી ઉકાળવું, જ્યારે ઠંડુ પડે ત્યારે તેમાં સહેજ મીઠું નાખી તે પાણીથી દિવસમાં બે – ત્રણ વખત ગરગરા કરવા, આનાથી ગળામાં કાકડા અને ગળામાં ચાંદા પડ્યા હોય તો તે મટી જાય છે.

દાંતનો રોગ પાયોરિયા

એક ગ્લાસ ગરમ પાણીમાં 4-5 ટીપાં લવિંગનું તેલ નાખી એ પાણીના દરરોજ કોગળા કરવાથી પાયોરિયા રોગ મટે છે.

શરીર ઘટાડવા

ડુંગળી અને ટમેટાં પર ચપટી તીખાં પાવડર અને ચપટી સંચર પાવડર નાખી ભોજન કરતા પહેલા સલાડ તરીકે લેવાથી ભૂખ ઓછી લાગે છે અને વધેલું શરીર ઓછું થાય છે.

વાળ ખરવાની સમસ્યા

એક ચમચી મેથીના દાણા તથા એક ચમચી આમળાનું ચૂર્ણ 100 ગ્રામ નારીયલના તેલમાં ઉકાળી લેવું, દરરોજ આ તેલથી માથું માલિશ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે.


Article Subject દાદીમાના નુસખા
Language Gujarati
Whatsapp Group અહીં ક્લિક કરો

દાદીમાના નુસખા ની આ પોસ્ટ તમને પસંદ આવી તો શેયર જરૂર કરજો.

અને અહીં 👇👇👇 પોસ્ટને 5 સ્ટાર આપજો.

5/5 - (5 votes)

2 thoughts on “દાદીમાના નુસખા : આ પોસ્ટ અત્યારે જ સેવ કરી લો, કામ લાગશે”

Leave a Comment

Join WhatsApp Group