આ પોસ્ટમાં અમે આપને Guj to Eng એટલે કે Gujarati to English શીખવા માટે અમુક સરળ શબ્દો અને સામાન્ય બોલચાલના વાક્યો જણાવીશું. જે આપને માટે ઉપયોગી સાબિત થશે. – (Read : गुजराती में क ख ग)
Gujarati to English Speaking Sentences
1). શું તમે અંગ્રેજી બોલી શકો છો – Do you speak english.
2). સુપ્રભાત – Good morning.
3). તમારો દિવસ શુભ રહે, સાહેબ – Good day to you sir.
4). તે હજુ પણ સ્વસ્થ નથી – He is still not well.
5). સારું કર્યું ચાલુ રાખો – Well done keep it up.
6). હું પછી તમને કોલ કરીશ – I will call you later.
7). હું તમને જલ્દી પકડી લઈશ – I will catch you soon.
8). મારી નજરથી દૂર ચાલ્યા જાવ – Get out of my sight.
9). મને કંઈ સમજાયું નહીં – I did not understand.
10). તમે શું કહેવા માગો છો – What do you mean.
11). તમે શેના વિશે વાત કરી રહ્યા છો – What are you talking about.
12). શું તમે મારી વસ્તુઓથી દૂર રહી શકો છો – Could you stay away from my stuff.
13). હું દિલગીર છું – I’m sorry.
14). હું આજે ઘણો થાકી ગયો છું – I’m feeling tired today.
15). તે તમારો વિષય નથી – It’s none of your business.
16). મને ખબર નથી – I don’t know.
17). જલ્દી આવ – Come quickly.
18). તમારી સાથે પછી વાત કરું – Talk to you later.
19). તમારો ખુબ ખુબ આભાર – Thank you very much.
20). તમારી સમસ્યા શું છે – What is your problem.
21). શું હું તમને કંઈક પૂછી શકું ? – Can i ask you something ?
22). તમને મળીને આનંદ થયો – It was nice meeting you.
23). તમે કેમ છો ? – How are you ?
24). શું ચાલી રહ્યું છે ? – What is going on ?
Learn How to Speak Gujarati to English
25). તમારી પસંદ-નાપસંદ શું છે ? – What are your likes and dislikes ?
26). અસુવિધા માટે માફ કરશો – Sorry for the inconvenience.
27). હું તમારા માટે શું કરી શકું ? – What i can do for you ?
28). શું તમે મને આમાં મદદ કરશો ? – Will you please help me with this ?
29). આ કોઈ મજાક નથી – This is not a joke.
30). મજાક કરવાનું બંધ કરો – Stop kidding.
31). અહીં શું થઈ રહ્યું છે ? – What is happening here ?
32). બધું બરાબર છે – Everything is fine.
33). શું તમે મારો મુદ્દો સમજી ગયા – Did you get my point.
34). તમારે મારી પાસેથી શું જોઈએ છે ? – What do you want from me ?
35). તમારી ઉંમર કેટલી છે ? – How older you ?
36). તમારી ઓફિસ ક્યાં છે ? – Where is your office ?
37). શાળાએ જવા માટે તૈયાર થઇ જાવ – Get ready to go to school.
38). હું મારા સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ – I will try my level best.
39). શું તમે અમારી સાથે જોડાશો ? – Are you joining us ?
40). હું તમને મળીને ખૂબ જ ખુશ છું – I’m very pleased to meet you.
41). તમે મારી જવાબદારી છો – You are my responsibility.
42). આ વાજબી નથી – This is not fair.
43). તમે આજે શું કરી રહ્યા છો ? – What are you doing today ?
44). કૃપા કરીને કંઈક કહો – Please say something.
45). હું ફરી આવીશ – I will come again.
46). અમને આમંત્રણ આપવા બદલ આભાર – Thank you for inviting us.
47). એ મારા માટે ખુશીની વાત છે – It’s my pleasure.
48). સલાહ બદલ આભાર – Thank you for the advise.
49). આ દિવસ વારંવાર આવે એવી શુભેચ્છા – Many many happy returns of the day.
50). જન્મદિવસ ની શુભકામના – Happy birthday.
51). મારા તરફથી સુખી લગ્નજીવનની શુભેચ્છા – I wish you happy married life.
52). કૃપા કરીને બેસો – Please be seated.
53). હું મારા રસ્તે છું – I’m on my way.
Learn english from gujarati
54). તમને મળીને આનંદ થયો – Nice to meet you.
55). શું બધું બરાબર છે ? – Is everything alright ?
56). આશા છે કે તમે બીજી વખત ફરીથી મળશો – Hope to see you next time.
57). સવારમાં વહેલા ઉઠો – Wake up early morning.
58). સવારમાં ચાલવા જાવ અને કસરત કરો – Go for walk and do exercise in the morning.
59). વડીલોને માન આપો – Respect to elders.
60). નમ્રતાપૂર્વક બોલો – Speak politely.
61). સાચું બોલો – Speak the truth.
62). ચિંતા ન કરશો – Don’t worry.
63). ડરશો નહીં – Don’t be afraid
64). બહાના ન બનાવો – Don’t make excuses.
65). હવે વાત વધારો નહિ – Don’t stretch the matter further.
66). ત્યાં જવાનો કઇં ફાયદો નથી – It’s no use going there.
67). મને ઊંઘ આવી રહી છે – I’m feeling sleepy.
68). એને ગાળો ન આપો – Don’t abuse him/her.
69). મને શરમમાં ન મુકો – Please don’t embarrass me.
70). આને તમારી જ વસ્તુ સમજો – It’s all your’s.
71). મને ન્હાવા દો – Let me take a shower.
72). એના જવાબદાર તમે છો – You are responsible for that.
73). તેને પૂછવાનો કોઈ ફાયદો નથી – It’s no use asking him.
74). અમારી સાથે આવો – Come with us.
75). તમે આનાથી બચી નથી શકો – You can not escape from this.
76). શું કીધું તમે ? – What did you say ?
77). તમારા મગજનો ઉપયોગ કરો – Use your brain.
78). કેક તૈયાર થવામાં 15 મિનિટ લાગશે – The cake will take 15 minutes to prepare.
79). પાણી વહી રહ્યું છે, નળ બંધ કરો – Water is running over, turn off the tap.
80). ચા ગરમ કરી આપો – Heat up the tea.
81). શું મેં તમને ઠીક સમજ્યા ? – Did i get you right ?
82). ચાલો કઈંક નવું શીખીએ – Let’s learn something new.
83). તમે ક્યારે પહોંચી જશો ? – When will you reach ?
શું તમને Free Gujarati to English Translation ની આ પોસ્ટ પસંદ આવી ?
તો શેયર કરો અને અહીં 👇 5 સ્ટાર આપો.