આ પોસ્ટમાં અમે જ્ઞાન વિષય અંતર્ગત અમુક પસંદ કરાયેલા જ્ઞાન સુવિચાર આપી રહ્યા છીએ.
જેમાં જ્ઞાન વિશે ઓછા શબ્દોમાં બહુ મોટી વાતો કહેવામાં આવી છે.
જ્ઞાન સુવિચાર
મૂર્ખ લોકોને જ્ઞાની લોકો પાસેથી કંઈ મળતું નથી પરંતુ જ્ઞાની મૂર્ખાઓ પાસેથી પણ ઘણું બધું શીખી લે છે
કેવી અજબ વાત છે કે સૌને પોતાના જ્ઞાનનું અભિમાન છે પણ પોતાના અભિમાનનું જ્ઞાન નથી
કૃપયા જ્ઞાન ન આપવું, અમે અમારું જ્ઞાન પણ સંભાળી નથી શકતા 😜
લોકોનું જ્ઞાન એટલે સુધી જ છે કે તમે ક્યારે ભૂલ કરી એ બરાબર યાદ રાખે છે પણ તમે ક્યારે સાચા હતા એ પળવારમાં ભૂલી જાય છે
ગુજરાતના બધા બસ સ્ટેશનનાં ફોન નંબર
અનુભવ સુવિચાર
વાંચીને મેળવેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિમાંથી મેળવેલો અનુભવ માણસને વધારે શીખવે છે
ટૂંકા સુવિચાર
જ્ઞાન મેળવવાનો સૌથી સચોટ અને કારગર સ્ત્રોત અનુભવ છે
જ્ઞાન એક એવી વસ્તુ છે જે વહેંચવાથી ઘટતી નથી પણ વધે છે
જ્ઞાનથી વિનમ્રતા આવે છે અને વિનમ્રતાથી પાત્રતા આવે છે
એક શિક્ષિત વ્યક્તિને બધી જગ્યાએ સન્માન મળે છે
જે કંઈ આપણે સમજી નથી શકતા તેને સમજવાને જ જ્ઞાન કહેવાય છે
આ વાતો જાણીને ચોંકી ન જાવ તો કહેજો
સારા સુવિચાર
માણસની સ્થિતિ અને ઉંમર ભલે ગમે તેટલી વિષમ હોય પરંતુ તેણે મેળવેલું જ્ઞાન છેક સુધી કામ આવે છે
જ્ઞાન એક ખજાનો છે અને તેનો ઉપયોગ કરવો એ ખજાનાની ચાવી છે
જો જ્ઞાનને સમયાંતરે વધારવામાં, ઉપયોગ કરવામાં અને સુધારવામાં ન આવે તો એ ધીરે ધીરે બેકાર બની જાય છે
જે કામ કરવામાં તમને ભય લાગતો હોય તેના વિશે વધુમાં વધુ જ્ઞાન મેળવશો તો એ ભય આપોઆપ દૂર થઈ જશે
પોતાનામાં રહેલી ક્ષમતા અને જ્ઞાનને અભિમાન નહીં ગુરુ બનાવો
વિજ્ઞાન એવું કહે છે કે જીભ પર થયેલી ઇજા બહુ ઝડપથી રૂઝાઈ જાય છે, જ્યારે જ્ઞાન એવું કહે છે કે જીભ દ્વારા થયેલી ઇજા ક્યારેય રૂઝાતી નથી
સમજણ સુવિચાર
જ્ઞાન હોવાનું અભિમાન રાખવું એ જ મોટી અજ્ઞાનતા છે
કર્મ સુવિચાર
ડિગ્રીઓનું મૂલ્ય તો ફક્ત કાગળ સુધી જ હોય છે તમારામાં રહેલું અસલ જ્ઞાન તો વર્તનથી જ ખબર પડે
પોસ્ટનો વિષય | જ્ઞાન સુવિચાર |
ભાષા | ગુજરાતી |
WhatsApp ગ્રૂપ | અહીં ક્લિક કરો |
જ્ઞાન સુવિચારની આ પોસ્ટ તમને પસંદ આવી ? તો શેયર જરૂર કરજો.
અને અહીં 👇👇👇 પોસ્ટને 5 સ્ટાર આપજો.