પ્રસ્તુત લેખમાં Rabindranath Tagore in Gujarati | રવીન્દ્રનાથ ટાગોર વિશે માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. – (Read : रवींद्रनाथ टैगोर की जीवनी हिंदी में)
રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861 માં કોલકત્તાના જોડાસાંકો ઠાકુરવાડીમાં થયો હતો. રવીન્દ્રનાથના માતાનું નામ શારદાદેવી તથા પિતાનું નામ દેવેન્દ્રનાથ ઠાકુર હતું. રવીન્દ્રનાથ ટાગોર જ્યારે બાળવયના હતા ત્યારે તેમના માતાનું અવસાન થઈ ગયું હતું અને તેમના પિતા બ્રહ્મસમાજી હતા તેથી તેઓ સતત યાત્રાઓમાં વ્યસ્ત રહેતા. આથી બાળ રવીન્દ્રનાથનું પાલન પોષણ અને સારસંભાળ કરવાનું કામ ઘરના નોકરો પર હતું. અને આ રીતે નોકરોએ જ રવીન્દ્રનાથ ટાગોરને મોટા કર્યા હતા.
તેઓ એક કવિ, વાર્તાકાર, ગીતકાર, સંગીતકાર, નાટ્ય કલાકાર, નિબંધકાર અને ચિત્રકાર પણ હતા. ભારતીય સંસ્કૃતિનો શ્રેષ્ઠ રીતે રીતે પશ્ચિમ દેશોમાં પરિચય કરાવવામાં રવીન્દ્રનાથ ટાગોરનો બહુ મોટો અને મહત્વનો ફાળો છે. રવીન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતના અવસાન રચનાકાર પણ માનવામાં આવે છે.
રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાઓ
ટાગોરે ખાસ કરીને બંગાળી સાહિત્ય ક્ષેત્રે જે યોગદાન આપ્યું હતું તેમાં વાર્તાઓનો પણ સમાવેશ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ વાર્તાઓ પૈકી એક “ગોરા” હતી જે એમણે 1910 માં લખી હતી. એ સિવાય તેમની વાર્તા રચનાઓ નિમ્નલિખિત હતી.
નાસ્તનિર્હ | 1901 | Fiction |
ગોરા | 1910 | “ |
ઘરે બૈરે | 1916 | “ |
યોગાયોગ | 1929 | “ |
જીવનસ્મૃતિ | 1912 | Non fiction |
છેલેબેલા | 1940 | “ |
Thought Relics | 1921 | English |
રવિન્દ્રનાથ ટાગોરની કવિતા
પોતાના જીવન દરમીયાન રવીન્દ્રનાથ ટાગોરે અનેક કવિતાઓ લખી હતી. જેમાં સૌથી પ્રસિદ્ધ “ગીતાંજલી” છે. એ સિવાય તેમની અન્ય રચનાઓ નિમ્નલિખિત હતી.
ભાનુસિમ્હા | 1884 |
માનસી | 1890 |
સોનાર તારી | 1894 |
ગીતાંજલી | 1910 |
ગિતીમાલ્યા | 1914 |
બાલકા | 1916 |
એ સિવાય એમણે નાટ્ય રચનાઓ પણ કરી હતી જેમાં નિમ્નલિખિત નાટ્યરચનાઓનો સમાવેશ થાય છે.
વાલ્મિકી પ્રતિભા (1881), કાલ મૃગ્ય (1882), મયાર ખેલા (1888), વિસર્જન (1890), ચિત્રાંગદા (1892), રાજા (1910), ડાક ઘર (1912), અચલ્યતન (1912), મુક્તધરા (1922), રક્તકરબી (1926) અને ચાંદલિકા (1933).
ગીતાંજલિ રવીન્દ્રનાથ ટાગોર
ગીતાંજલિ (બંગાળી ઉચ્ચારણ – ગીતાંજોલિ) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલ અનેક કવિતાઓ પૈકી એક અને સૌથી વધુ પ્રસિદ્ધ કવિતાસંગ્રહ ગીતાંજલી છે. આ કાવ્યસંગ્રહ માટે રવીન્દ્રનાથ ટાગોરને વર્ષ 1913 માં વૈશ્વિક સ્તરે ખ્યાતિ ધરાવતું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું .”ગીતાંજલિ” શબ્દ બે શબ્દો ગીત અને અંજલિ મળીને બનેલો છે, જેનો અર્થ છે – ગીતોનો ઉપહાર (ભેટ).
Read : 10 जबरदस्त सरल पहेलियाँ उत्तर सहित | दम है तो सुलझाओ
દેવેન્દ્રનાથ ટાગોર
દેવેન્દ્રનાથ ઠાકુર અથવા દેવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોરના પિતા હતા. તેમનો જન્મ 15 મે 1817 માં થયો હતો તથા 19 જાન્યુઆરી 1905 ના રોજ તેઓનું અવસાન થયું હતું. દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મસમાજી તથા સમાજ સુધારક હતા. તેઓને 1848 માં બ્રહ્મસમાજનાં સંસ્થાપકો પૈકી એક માનવામાં આવે છે. દેવેન્દ્રનાથ ટાગોરે વર્ષ 1863 માં સાત એકર જમીન પર એક આશ્રમની સ્થાપના કરી હતી જ્યાં આજે વિશ્વભારતી વિશ્વવિદ્યાલય છે.
Read : रोचक तथ्य की ये बातें आपको हैरान कर देगी
શાંતિનિકેતન
શાંતિ નિકેતન ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલ બીરભુમ જિલ્લાના બોલપુર નજીક સ્થિત છે. જે કોલકત્તાથી લગભગ 100 કિલોમીટર ઉત્તરની બાજુએ આવેલું છે. નોબલ પુરસ્કાર વિજેતા કવિ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપવામાં આવેલ વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયને કારણે આ સ્થાન વધુ પ્રસિદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોરે વર્ષ 1863 માં સાત એકર જમીન પર એક આશ્રમની સ્થાપના કરી હતી જ્યાં આજે વિશ્વભારતી વિશ્વવિદ્યાલય છે. રવીન્દ્રનાથે વર્ષ 1901 માં માત્ર પાંચ વિદ્યાર્થીઓ સાથે અહીં શિક્ષણનું કાર્ય આરંભ્યું હતું. આ પાંચ વિદ્યાર્થીઓમાં એક તેમનો પુત્ર પણ હતો. વર્ષ 1921 માં રાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વવિદ્યાલયની માન્યતા મળી હતી તે વિશ્વ ભારતીમાં હાલના સમયમાં અંદાજે 6000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
રવીન્દ્રનાથ ટાગોરને પ્રકૃતિ ખૂબ પસંદ હતી અને તેમનું માનવું હતું કે વિદ્યાર્થીઓએ પ્રકૃતિના સાનિધ્યમાં જ શિક્ષણ મેળવવું જોઈએ. અને પોતાની આ વિચારધારાને આગળ વધારી તેઓએ શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી.
શાંતિ નિકેતનના વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર વિશ્વભરના પુસ્તકોનું જ્ઞાન આપવામાં આવે છે અને અહીં મોટા વૃક્ષની નીચે બેસીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ચલણ છે.
રવીન્દ્રનાથ ટાગોરને કયું પારિતોષિક પ્રાપ્ત થયું હતું ? Rabindranath tagore nobel prize 1935
રવીન્દ્રનાથ ટાગોરને તેની પ્રસિદ્ધ રચના “ગીતાંજલી” માટે વર્ષ 1913 માં વિશ્વસ્તરનો પુરસ્કાર “નોબલ પ્રાઈઝ” મળ્યો હતો.
Rabindranath Tagore in Gujarati | રવીન્દ્રનાથ ટાગોર વિશે માહિતી પોસ્ટ તમને ગમી ?
તો શેયર કરો અને અહીં ♥ ↓ ♥ 5 સ્ટાર આપો.