Rochak Tathya in Gujarati | આ વાતો જાણીને ચોંકી ન જાવ તો કહેજો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પોસ્ટમાં અમે આપને એવા Rochak Tathya in Gujarati જણાવવાના છીએ જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય નહીં જાણ્યું હોય. – (Read : रोचक तथ्य)

Rochak Tathya in Gujarati

એક માણસના શરીરની કુલ ત્વચાનો વજન 3 કિલો ઉપરાંત થાય છે અને જો તેને પાથરી દેવામાં આવે તો 22 સ્કવેર ફૂટની જગ્યા જોઈએ.

શ્રીલંકાની રાષ્ટ્રીય રમત વોલીબોલ છે જ્યારે ભારતની કબડ્ડી પરંતુ બંને દેશમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે.

અંતરીક્ષ યાત્રીઓને યાનમાં જવા માટે ઓરેન્જ રંગનું સૂટ પહેરવાનું હોય છે જ્યારે અંતરિક્ષ યાનમાંથી ઉતરવા સમયે સફેદ રંગનું વિશેષ સૂટ પહેરવાનું હોય છે.

ઝીબ્રાના શરીરનો રંગ સફેદ નહિ પરંતુ કાળો હોય છે અને તેના પર સફેદ રંગના પટ્ટાઓ હોય છે.

જો પૃથ્વી પર તમારું વજન 60 કિલોગ્રામ હોય તો સૂર્યની સપાટી પર તમારું વજન 1,680 કિલોગ્રામ હશે.

ફ્રિજમાં ઠંડા પાણીના બદલે ગરમ પાણીમાં બરફ જમાવવામાં આવે તો તે વહેલો જામી જાય છે.

એક સામાન્ય કીડી 12 કલાકના સમયમાં માત્ર આઠ મિનિટનો જ આરામ કરે છે.

Interesting Facts in Gujarati

મનુષ્યની કુલ વસ્તીના માત્ર 2 ટકા લોકો પાસે જ લીલા રંગની આંખો હોય છે અને તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે.

મૃત્યુ પછી પણ મનુષ્યના અમુક બાલ વધતા રહે છે અને તે પ્રક્રિયા અમુક મહિનાઓ સુધી ચાલુ રહે છે.

આપણા હાથ – પગના નખ અને પશુઓના શીંગડા કેરાતીન નામના પદાર્થથી બનેલા હોય છે જે એક પ્રકારનું પ્રોટીન છે.

અમેરિકાના સિએટલ ખાતે સ્થિત નેવી બેઝ પર રહેલા પરમાણુ હથિયારોની સુરક્ષા (આંશિક રૂપે) પ્રશિક્ષિત ડોલ્ફિન દ્વારા કરવામાં આવે છે.

ક્ષેત્રફળ ના આધારે કેનેડા વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે.

ફીનલેન્ડ દેશમાં મોબાઈલ થ્રોઈંગ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવે છે જેમાં સ્પર્ધકોને પોતાનો મોબાઈલ ફેંકવાનો હોય છે.

 rochak tathya in gujarati
જોન બ્રોવર

દુનિયાના સૌથી વજનદાર વ્યક્તિનો રેકોર્ડ જોન બ્રોવરના નામે છે જેનું વજન 636 કિલોગ્રામ હતું.

વિજ્ઞાન વિશે જાણવા જેવું

માણસના મગજમાં 100 બિલિયન માઈક્રોસ્કોપીક સેલ્સ હોય છે તેના સિગ્નલથી થનારી ઉર્જા એક લો-વોલ્ટેજ બલ્બ ચાલુ કરી શકે છે.

આપણી આકાશગંગા “મિલ્કીવે” માં લગભગ 400 મિલિયન તારાઓ છે જ્યારે પૃથ્વી પર લગભગ 3 ટ્રીલીયન વૃક્ષો છે.

નવજાત શિશુના જન્મ સમયે તેના શરીરમાં 300 જેટલા હાડકાઓ હોય છે પરંતુ પુખ્ત થતા શરીરમાં 206 હાડકાઓ રહે છે.

પ્રકાશની ગતિ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની હોય છે અને સૂર્યનું એક કિરણ પૃથ્વી પર આવવા માટે 8 મિનિટ અને 19 સેકન્ડ નો સમય લે છે.

જાણવા જેવા પ્રશ્નો

“Earmuffs” ની શોધ 15 વર્ષના એક નાના બાળક એ કરી હતી.

ઇંગ્લેન્ડના અલ્નવિક કેસલમાં એક “પોઇઝન ગાર્ડન” (ઝેરીલો બગીચો) છે તેમાં અનેક છોડવા એવા છે જેને પિંજરામાં રાખીને ઉગાડવામાં આવે છે.

માણસની જીભમાં લગભગ 10,000 સ્વાદ પારખનારી બડ્સ હોય છે જેના દ્વારા આપણે અલગ અલગ સ્વાદ પારખી શકીએ છીએ.

જાણવા જેવી વાતો

સહરા અને આફ્રિકાના જંગલોમાં ફેનેક ફોક્સ શિયાળ જોવા મળે છે જેની લંબાઈ એક ફૂટ અને વજન એક કિલોગ્રામ જેટલો હોય છે.

વ્હેલ માછલીના હદયનું વજન 180 કિલોગ્રામ સુધી હોય છે અને તેનું કદ એટલું મોટું હોય છે કે તેની અંદર માણસ બેસી શકે.

માણસના શરીરમાં લોખંડની એક ખીલી બને તેટલું લોખંડ અને 9000 પેન્સિલમાં થઈ શકે તેટલો કાર્બન ઉપલબ્ધ હોય છે.

કાચીંડાની જીભની લંબાઈ તેના શરીર કરતા બે ગણી વધારે હોય છે.

અજબ ગજબ જાણવા જેવું

છીંક જો કોઈ વસ્તુ હોત તો તેની ગતિ 99 માઈલ પ્રતિ કલાક જેટલી હોત એટલે માણસ આટલી ગતિથી છીંકે છે.

માણસનું મગજ વાસ્તવમાં એક નરમ પદાર્થ છે અને તેની સરખામણી માખણ સાથે કરી શકાય.

જો તમે 70 વર્ષ સુધી જીવતા રહો તો તમારું હદય 2.5 બિલિયન વખત ધબકે છે.

માણસનું હદય એક દિવસમાં લગભગ એક લાખ વખત ધબકે છે અને શરીરમાં 2000 ગેલન લોહી પંપ કરે છે જેને જો બાથટબમાં ભરવામાં આવે તો 100 બાથટબ ભરાઈ શકે.

માલદીવના અમુક સમુદ્રી તટ રાત્રીના અંધકારમાં બ્લુ રંગથી ચમકતા હોય તેવા દેખાય છે.

ઓસ્ટ્રેલિયાનાં કવીસલેંડમાં જાદુગરો સિવાય અન્ય કોઈને સસલા પાળવા પર પ્રતિબંધ છે.

માણસની આંખ 10 મિલિયન એટલે કે એક કરોડ અલગ અલગ રંગો ઓળખી શકે છે.

ઓક્સફોર્ડ ઈંગ્લીશ ડિક્શનરી અનુસાર ઘણા ખરા લોકો “Publicly” (પબ્લિકલી) શબ્દનો ઉચ્ચાર સાચી રીતે નથી કરી શકતા.

જાણવા જેવું ભારત વિશે

મનમોહન સિંહ એકમાત્ર પ્રધાનમંત્રી છે જેમના હસ્તાક્ષર ભારતીય નોટો પર છે કારણ કે તેઓ પ્રધાનમંત્રી બન્યા પહેલા RBI ના ગવર્નર હતા.

માણસના શરીરનું આખું માળખું એટલે કે હાડપિંજર લગભગ 206 હાડકાઓ પર આધારિત છે.

યુટ્યુબ પર સૌથી પહેલો વીડિયો 2005 માં અપલોડ કરવામાં આવ્યો હતો જે 19 સેકન્ડનો હતો.

માણસે ખાધેલા ખોરાકને પચવા માટે 9 મીટર એટલે કે 30 ફૂટ લાંબી ડાઇજેસ્ટીવ સીસ્ટમમાંથી પસાર થવું પડે છે.

મચ્છર મહિલાઓ કરડવાનું પસંદ કરે છે કારણ કે તેની ત્વચા પાતળી હોય છે.

અવ નવું જાણવા જેવું

Rochak Tathya in gujarati
ક્રિઓસોર બુશ નામનું છોડ

કેલિફોર્નિયાના મોજાવી રણમાં 45 ફૂટના ગોળાકાર વિસ્તારમાં ક્રિઓસોર બુશ નામનું છોડ છે જે લગભગ 12,000 વર્ષ જૂનું હોવાનું મનાય છે.

અબ્રાહમ લિંકન રાષ્ટ્રપતિ બન્યા પહેલા રેસલિંગ ચેમ્પિયન રહી ચૂક્યા હતા અને તેઓ 300 માંથી 299 મેચ જીત્યા હતા.

1930 માં ગુડ ફ્રાઇડે ના દિવસે BBC ન્યૂઝે જણાવ્યું હતું કે “કોઈ સમાચાર નથી” અને તે દિવસે પિયાનો સંગીત વગાડવામાં આવ્યું હતું.

મેરી ક્યુરી વિશ્વની એકમાત્ર વ્યક્તિ છે જેને કેમિસ્ટ્રી તથા ફિઝિક્સમાં એમ બે નોબલ પુરસ્કાર મળ્યા હતા.

ટેલિફોનનાં શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઇનકમિંગ કોલનો જવાબ “Ahoy” શબ્દથી આપવાની સલાહ આપી હતી.

Gujarat Vise Janva Jevu

*વધુ માહિતી જોડવાનું કાર્ય ચાલુ છે ..)

Rochak Tathya in Gujarati પોસ્ટ તમને પસંદ આવી ?

તો શેયર કરો અને અહીં 👇 5 સ્ટાર આપો.

4.7/5 - (3 votes)

1 thought on “Rochak Tathya in Gujarati | આ વાતો જાણીને ચોંકી ન જાવ તો કહેજો”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!