હું કેવો છું એ તો મને ખબર નથી પણ્ર મને મળેલ બધા વ્યક્તિ ખુબ જ સરસ છે અને તેને હું હૃદયથી માન આપું છું તેમાં એક તમે પણ છો
100 રૂપિયાના તાળાનાં ભરોસે આપણે લાખો રૂપિયાની વસ્તુ મૂકીએ છીએ પણ લાખ રૂપિયાની કિંમતના માણસ પર 100 રૂપિયાનો ભરોસો નથી કરતા
કોઈની મદદ કરવાની હરીફાઈમાં વિચાર્યા વિના ભાગ લેજો, તમે જીતી જશો કારણ કે તેમાં બહુ ઓછા લોકો ભાગ લે છે
સંપત્તિ ક્યારેય કોઈની થઇ નથી અને કોઈની થવાની પણ નથી, ગઈકાલે બીજાની હતી, આજે તમારી છે અને આવતીકાલે અન્યની થઇ જશે
તમારું વર્તન કેવું છે એ જ તમારી સાચી ઓળખાણ છે બાકી એક નામ અને એક અટક વાળા હજારો લોકો રહે છે આ દુનિયામાં
બીજાના કામમાં ભૂલ કાઢવી હોય તો તમારામાં ભેજું હોવું જોઈએ પણ પોતાનામાં ભૂલ કાઢવી હોય તો કલેજું હોવું જોઈએ
સાચા માણસને ઉપરવાળો ઓછું ભલે આપે પણ સાથ પૂરો આપે છે, જયારે ખોટા માણસને બધું આપે છે પણ સાથ નથી આપતો
એક સાચી વાત કહું, દુનિયામાં સુખી થવું હોય તો એક કામ કરજો કે પ્રેમ અને પૈસાનું ક્યારેય પ્રદર્શન ન કરતા
બે સોના જેવી વાત, ખોટા સમયે ખરો વિચાર આવે એ જ સાચો સુવિચાર અને ખરા સમયે કામ આવનારા લોકો પારકા હોય તો પણ સગા જ કહેવાય
તમને આ સુવિચારો ગમ્યા ? અમે તમારા માટે આવા અઢળક સુવિચારોનો સંગ્રહ તૈયાર કરી રહ્યા છીએ. જોવા માટે નીચે ક્લિક કરો